વાંકાનેર સહિત જુદી-જુદી જગ્યાએથી ATSના દરોડામાં ગેરકાયદેસર હથિયારો ઝડપાયા

0
74
/

વાંકાનેર : ગુજરાતના એન્ટી ટેરેરીસ્ટ સ્કોવર્ડ દ્વારા રાજયના અમદાવાદ સહિત,કચ્છ, મોરબી, અને ભાવનગર અને અમરેલી જિલ્લામાં દરોડા પાડી 54 ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટના હથિયારો ઝડપી પાડયા છે. આ મામલે હમણાં સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લાં નવ દિવસથી એટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી ગુપ્ત ઓપરેશનને શુક્રવારની રાતે અંજામ આપવામાં આવ્યો હતો સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર થયુ હતુ.

ગુજરાત એટીએસના ડીઆઈજી હિંમાંશુ શુકલાને જાણકારી મળી હતી કે થોડા દિવસ પહેલા કચ્છ પોલીસે પકડેલી ગેંગને હથિયાર આપવાનું કામ અમદાવાદના એક નામાંકિત હથિયાર ડીલર ગુપ્તા ગન હાઉસમાંથી હથિયારો આપવામાં આવ્યા છે, આ માહિતીને આધારે તેમણે ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ ભાવેશ રોજીયાને આ ટીપ ઉપર કામ કરવાની સુચના આપતા ડીવાયએપી રોજીયાએ અલગ અલગ ટીમ્સ તૈયાર કરી કોની પાસે કેટલા ગેરકાયદે હથિયારો છે અને કયાં છે તેની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી, શુક્રવારની સાંજે તમામ માહિતી આવી જતા એટીએસના ટીમોએ મોડી રાતે ઓપરેશન પાર પાડવાનું નક્કી કરેલ હતું.

આ ઓપરેશનમાં એટીએસ ઉપર વળતો હુમલો થવાની પણ આશંકા હતી, કારણ કેટલાંક ગેંગસ્ટરો પાસે પણ આધુનિક હથિયારો હતા, જેના કારણ પુરતી તૈયારી સાથે ટીમો અલગ અલગ જિલ્લામાં રવાના થઈ હતી, ગુજરાત એટીએસની ટીમોએ અમદાવાદ, ભાવનગર, મોરબી જિલ્લાના વાંકાનેર, કચ્છ અને અમરેલીમાં દરોડા પાડી એક પછી એક હથિયારો અને આરોપી પકડવાની શરૂઆત કરી હતી, શનિવારની વહેલી સવાર સુધી ચાલેલા ઓપરેશનમાં ભારતીય અને વિદેશી બનાવટના 54 હથિયારો મળી આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં કેટલાંક ખુંખાર ગેંગસ્ટર પણ છે. જેમની ઉપર અનેક હત્યાનો આરોપ છે. જયારે કેટલાંક નામાંકિત લોકો પણ છે જેમની પાસે હથિયારનો પરવાનો તો હતો પરંતુ તેમની પાસેના હથિયાર ગેરકાયદે હતા. વાંકાનેરમાંથી એક કુખ્યાત શખ્સની હથિયારો સાથે ધરપકડ કરાઈ હોવાના સમાચારો મળી રહ્યા છે. જોકે આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા બપોર બાદ મીડિયાને સત્તાવાર વિગતો આપવામાં આવે તેવી શક્યતા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/