વાંકાનેરના લુણસર ગામના પ્રૌઢ સહિત બે શખ્સો રાજકોટમાં રૂ. ૯૬ લાખની જૂની ચલણી નોટો સાથે પકડાયા

0
239
/

વાંકાનેર : વાંકાનેરના લુણસર ગામના પ્રૌઢ સહિત બે શખ્સો રાજકોટમાં રદ થઈ ગયેલી રૂ. 96 લાખની જૂની ચલણી નોટો સાથે પકડાયા છે. ક્રાઈમ બ્રાન્ચે આ બન્ને શખ્સની ધરપકડ કરીને આગળની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં રદ થઈ ગયેલી 1000 અને 500ના દરની 96.50 લાખની ચલણી નોટો સાથે 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બે શખ્સોમાં એક વાંકાનેરના લુણસર ગામના હરજીવન રામજીભાઈ વસીયાણી અને બીજા સુરતના ભીખાભાઇ બાબુભાઇ નરોડીયા છે. બન્ને ફિયાટ કારમાં જૂની ચલણી નોટોનો જથ્થો લઈને જતા હતા. ત્યારે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે તેઓને પકડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ જૂની ચલણી નોટો કોઈ ધાર્મિક જગ્યાની હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. જો કે સમગ્ર હકીકત જાણવા પોલીસે ઊંડી તપાસ હાથ ધરેલ છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/