અમદાવાદઃ તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના સેંટર ફોર ડેવલપમેન્ટ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર સમાજિક અને બીજી અન્ય સમસ્યાઓને અવગત કરતી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સામાજિક અને વિકાસલક્ષી સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃત લાવી રહ્યા છે. ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓએ પાંચ અલગ જૂથ બનાવીને વિવિધ વિષયોને અનુરૂપ કાર્ય શરૂ કર્યુ છે. વિદ્યાર્થીઓએ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની મદદથી લોકોમાં જાગૃતિ લાવવા માટેના પોતાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
1) PAIR FOR पैर :
આ ઝુંબેશના માધ્યમ દ્વારા તેઓ રઝળતા પગ અને પગની વચ્ચે સેતુ બનાવવાનું કામ કરી રહ્યા છે. જેમાં તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંપર્ક કરે છે અને તેમની પાસેથી વધારાના નવા અથવા જૂના પગરખાં ની જોડી લઈને જરૂરિયાત મંદોને આપે છે
2) Rest.In.Plastic
અત્યારના સમયમાં લગભગ દરેક વસ્તુના પેકેજીંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. પર્યાવરણ માટે પ્લાસ્ટિક વેસ્ટ ખૂબ જ હાનિકારક છે તે જાણતા હોવા છતાં લોકો તેના કચરાનો યોગ્ય નિકાલ કરતા નથી. આ વિદ્યાર્થીઓની ટીમ રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય અથવા નાબૂદ થાય તે માટે સોશીયલ મીડિયા પર ઝુંબેશ ચલાવે છે. તેઓ પહેલેથી ઉપયોગમાં લેવાયેલ પ્લાસ્ટિકની વસ્તુઓનો ફરીથી વપરાશ કરવા માટે પણ લોકોને જાગૃત કરે છે. જેથી લોકો સંપોષિત જીવન જીવવા પ્રેરાય તેમજ પ્લાસ્ટીક સિવાય બીજા વિકલ્પોનો ઉપયોગ કરે.
3) Haq_se_Human અને કાસ્ટિઝમ ઇન્ડિયા
આમનો મુખ્ય ઉદ્દેશ લોકોને તમામ પ્રકારના ભેદભાવ ભૂલીને માત્ર માનવતા રાખવાનો સંદેશ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાવાનો છે
4) Nourish_your_dreams
સપના સાથેનું જીવન કોઈ પણ પરિસ્થિતિમાં સુંદર હોય છે , પરંતુ સપના વિહોણા કામ કરવામાં જિંદગી માત્ર પસાર થતી હોય છે, જીવાતી નથી. આ ઝુંબેશ દ્વારા વિદ્યાર્થીઓ દરેક વ્યક્તિને કોઇપણ પરિસ્થિતિમાં સાચા રસ્તે ચાલીને પોતાના સ્વપ્ન ને વળગી રહેવા માટે પ્રેરણાત્મક ઉદાહરણો આપે છે અને પોતાના સ્વપ્નને પૂરા કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.
વિદ્યાર્થીઓએ પોતાની વાતને વધુ સારી રીતે લોકો સુધી પહોંચાડવાના હેતુથી એક્ઝિબિશન નું પણ આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતના સાહિત્ય અને કલા ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રથમ તબક્કામાં એક મહિનાનો કેમ્પેઇન સોંપવામાં આવ્યો હતો,પરંતુ તેમણે લોકોના સારા પ્રતિસાદ મળવાને કારણે સ્વૈચ્છિક રીતે આ પહેલને હંમેશ માટે આગળ ચલાવવાનો નિર્ણય કર્યો છે. તેમનો આ ઝુંબેશ ચલાવવા પાછળનો મુખ્ય હેતુ આધુનિક પેઢી અને સમાજના તમામ લોકોને ઘણા બધા મુદ્દાઓ પ્રત્યે જાગૃત કરવાનો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide