તહેવારોને લઈ હળવદમાં આસિસ્ટન્ટ કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

0
47
/

શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં લોકોની ભીડ ના થાય તેની પણ તકેદારી રાખવા જણાવાયું: આ વર્ષે લોકમેળા નહીં યોજાય

હળવદ: આજરોજ મામલતદાર કચેરી ખાતે આસિસ્ટન્ટ કલેકટર ના અધ્યક્ષ સ્થાને હળવદ અને માળીયાના અધિકારીઓ તેમજ દરેક સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારોને ધ્યાને લઇ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ કરવામાં આવી હતી તેમજ ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ એકઠી ન થાય,લોકો સોશિયલ ડિસ્ટન્સ જાણવે,લોકો જયારે પણ બહાર નિકળે ત્યારે મોઢા પર માસ્ક બાંધે જેથી કોરોના વાયરસનું સંક્રમણ અટકાવી શકાય જેવી વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે જ આગામી દિવસોમાં આવતા લોક મેળાઓ પણ કોરોનાવાયરસ ને લઈને બંધ રહેનાર હોવાનું જણાવ્યું હતું

આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંહ,હળવદ મામલતદાર વિ.કે. સોલંકી,ચીફ ઓફિસર સાગર રાડીયા,તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, હળવદ પી.આઈ દેટાવાડીયા તેમજ માળીયાના પી.એસ.આઇ,મામલતદાર અને દરેક સમાજના આગેવાનો સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/