વેગડવાવમાંથી યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહી હોવાની ફરિયાદ

0
77
/

હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા પ્રેમજીભાઈ પીપળીયાની 24 વર્ષીય દીકરી જીનીબેન ગત તા. 3ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં ઘરેથી કહ્યા વિના ક્યાંક જતી રહી છે. આથી, પરિવારે શોધખોળ આદરી હતી. પરંતુ જીનીબેનનો પત્તો ના લાગતા ગઈકાલે તા. 9ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. હાલમાં પોલીસ યુવતીની શોધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જીનીબેન વાને ઘઉ વર્ણની છે તથા તેની લંબાઈ આશરે ૫.૩ જેટલી છે. તેમણે ગ્રે કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. તેમજ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/