હળવદ : તારે અહીયા તળાવે આવવાનુ નહી તેમ કહી વૃદ્ધ પર હુમલો

0
52
/
એક શખ્સે હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદના જોગડ ગામે તારે અહીયા તળાવે આવવાનુ નહી તેમ કહી એક શખ્સે વૃદ્ધ પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વૃદ્ધે એક શખ્સ સામે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જેરામભાઇ મગનભાઇ મજેઠીયા (ઉ.વ.૭૨, રહે. જોગડ, તા હળવદ, જી મોરબી) એ સંતોષભાઇ ચંદુભાઇ મજેઠીયા (રહે. જોગડ, તા હળવદ, જી મોરબી) સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૮ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામા હળવદના જોગડ ગામે આવેલ તળાવમાં ફરીયાદી તથા તેમના પત્ની ઢોરને પાણી પીવડાવા માટે ગયા હતા. ત્યારે આરોપી હાથમા ધોકો લઇ આવી ફરીયાદીને કહ્યુ કે તારે અહીયા તળાવે આવવાનુ નહી તેમ કહી ગાળો આપેલ જેથી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ તેના હાથમાના ધોકાથી ફરીયાદીને શરીરે મૂઢમાર મારી તેમજ ધોકાથી ડાબા હાથે ફેકચરની ઇજા કરી હતી. તેમજ ડાબા પગે ચામડી ફાડી ધોકાથી ઇજા કરી હતી અને સાહેદ લાભુબેન વચ્ચે પડતા આરોપીએ ધકો મારતા નીચે પડી જતા ડાબા હાથની કોણીએ સામાન્ય છોલાવાથી ઇજા થઈ હતી. હળવદ આ બનાવની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/