મિત્રો સાથે ડેમમાં ન્હાતી વખતે ડૂબી જતા મોત
હળવદ : હળવદ તાલુકાના શીરોઈ ગામ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમમાં ન્હાવા પડેલ યુવાન ડૂબી ગયો હતો. જેની લાશ ગત મોડી રાત્રીના ડેમના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. અને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. કરાવી લાશનો કબ્જો પોલીસ દ્વારા પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માનસર ગામે રહેતા મેહુલભાઈ હકાભાઇ ડાભી (ઉંમર વર્ષ ૨૨) નામનો યુવાન અને તેના ચાર-પાંચ મિત્રો ગઈકાલે તાલુકાના શીરોઈ ગામ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમમાં ન્હવા માટે ગયા હતા. મિત્રો ડેમના પાણીમાં ન્હતા હતા ત્યારે મેહુલ ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા ડૂબી ગયો હતો. જેથી, મિત્રોએ આજુબાજુના લોકોને બોલાવી સ્થાનિક તરવૈયાઓની મદદથી ડૂબી ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ડેમના પાણીમાં મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવ્યા બાદ રાત્રિના અઢી વાગ્યાની આસપાસ યુવાનની લાશને ડેમમાંથી બહાર કાઢવામાં આવેલ હતી.
બાદમાં મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પી.એમ. કર્યા બાદ મૃતકની લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માનસર ગામના ડાભી પરીવારનો યુવાન દીકરો અકસ્માતે મોતને ભેટતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
