હળવદ : હથિયારના કેસનો આરોપી ઘરેથી કહ્યા વિના જતો રહેલ છે

0
51
/

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા 36 વર્ષીય શૈલેષભાઇ દેવદાનભાઇ ડાંગર પર જામનગર જીલ્લામાં હથીયારનો કેશ થયેલ છે. જે માટે તેઓએ પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા દર મહીનાની પાંચ તારીખે જામનગર જવાનુ હોય છે. જેની બીક લાગતા તેઓ ગત તા. 20ના રોજ ઘરેથી કોઇને કહયા વગર કોઇક જગ્યાએ જતા રહેલ છે. તેથી, પરિવારજનોએ શોધખોળ કરી હતી.

ત્યારબાદ ગુમશુદાના પત્ની સુમીતાબેને આ બનાવ અંગે ગઈકાલે તા. 25ના રોજ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે શૈલેષભાઈને શોધવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શૈલેષભાઇ મધ્યમ બાંધાનો, ઉંચાઇ આશરે સાડા પાંચથી પોણા છ ફુટ ધરાવે છે. જે ગુજરાતી અને હીન્દી ભાષાનો જાણકાર છે.

Mehul Bharwad 9898387421

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/