હળવદના ચરાડવામાં શેઢો ખોદવા બાબતે મારામારી

0
103
/

હળવદ : હળવદના ચરાડવા ગામમાં શેઢો ખોદવા બાબતે મારામારી થઇ હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

ગત તા. 9ના રોજ હળવદ તાલુકાના ચરાડવા ગામમાં મહાકાળી આશ્રમના પાછળના ભાગે રાકેશભાઇ દિનેશભાઇ માકાસણા (ઉ.વ ૨૯, ધધો ખેતી, રહે ચરાડવા, ચૈતન્યનગર)એ નરેન્દ્રભાઇ પ્રભુભાઇ દલવાડી તથા વાસુદેવભાઇ પ્રભુભાઇ દલવાડી (બન્ને રહે ચરાડવા)ની જમીન તરફનો શેઢો ખોદી નાખેલ છે. તેવુ મનદુખ રાખી નરેન્દ્રભાઈ અને વાસુદેવભાઈ એ રાકેશભાઈને ગાળો આપી હતી. બાદમાં વાસુદેવભાઇએ રાકેશભાઈને ઢીક્કા પાટુનો માર માર્યો હતો. અને નરેન્દ્રભાઇએ રાકેશભાઈને માથામાં છોરીયાનો એક ઘા મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે રાકેશભાઈએ ગઈકાલે તા. 10ના રોજ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરેન્દ્રભાઈ અને વાસુદેવભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/