હળવદ : હળવદના જુના માલણીયાદ ગામે વાડી પાસે કચરો સળગાવવા મામલે આધેડ ઉપર એક શખ્સે હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચતુરભાઇ ભવાનભાઇ કણઝરીયા (ઉ.વ.૫૦, ધંધો-ખેતી, રહે. ગામ-નવા માલણીયાદ, તા.હળવદ) એ આરોપી વિજયસિહ મહિપતસિહ ઝાલા (રહે. મુળગામ ગામ-જુના માલણીયાદ, તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૬ ના રોજ માલણીયાદ ગામની મેરાસરી નામની સીમમા કેનાલની બાજુમા ફરીયાદીએ પોતાના વાડીના રસ્તામા જીરાના પાકનો સુકા કચરાનો ઢગલો કરેલ હતો ત્યા આરોપી કચરો સળગાવતા હોય. જેથી, ફરીયાદી કહેવા જતા આરોપી એક્દમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને બિભત્સ ગાળો બોલી તેની બાજુમા પડેલ લોખંડના ધારીયાથી ધારીયાના ઉધા ઘાં ફરીયાદીના બંને પગના ભાગે તથા ડાબા હાથના ભાગે મુઢમાર મારી ઇજા પહોંચાડી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide