હળવદના કોયબા રોડ પાસે નર્મદા કેનાલમાંથી માનવ કંકાલ મળ્યું!!

0
60
/

નર્મદા કેનાલમાં પાણી ઓસરતા કંકાલ દેખાયું, કંકાલ પુરૂષનું હોવાનું પ્રાથમિક અનુમાન

હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામ જવાના રસ્તા પરથી પસાર થતી નર્મદા કેનાલમાં માનવ કંકાલ પડયું હોવાનું ત્યાંથી પસાર થતા રાહદારીઓને ધ્યાને આવ્યું હતું જોકે આ માનવ કંકાલની ખોપરી અને શરીરના અન્ય અવયવો જુદા જુદા થઈ ગયા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના કોયબા ગામ જવાના રસ્તા પર થી પસાર થતી નર્મદા કેનાલમાં હાલ પાણી ઓસરતાં અને કેનાલ બંધ થતા કેનાલ ખાલી જોવા મળી રહી છે જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓને દુર્ગંધ આવતી હોય જેથી તપાસ કરાતા નર્મદા કેનાલમાં કોઈ માનવ કંકાલ પડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું

જોકે લાશ સાવ કોહવાય ગયેલ હોય માત્ર હાડપિંજર રહ્યું છે જેથી ખોપરી પણ જુદી થઈ ગઈ હોય અને શરીરના અન્ય હાડકાઓ પણ જુદા જુદા જોવા મળ્યા હતા પરંતુ પેન્ટ પહેરેલું હોય એના પરથી એવો અંદાજો લગાવી શકાય છે કે આ કંકાલ કોઈ પુરુષ નું હોય જો કે સાચી હકીકતો પોલીસ તપાસ બાદજ બહાર આવશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/