લ્યો બોલો!! પ્રજાની સેવા માટે નહીં પણ બીજેપીનો પ્રેમ મેળવવા સાબરિયાએ ભગવો ધારણ કર્યો હતો

0
311
/

પરસોત્તમ સાબરીયાનો પત્ર અને વિડીઓ સોશિયલ મીડિયામાં વાઇરલ :

હળવદ : ગુરુવારે સવારે હળવદ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગર સાંસદની હાજરીમાં હળવદ-ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના સમર્થકો વચ્ચે ઉગ્રતા વ્યાપી ગઈ હતી. આ બનાવને લઈને ભાજપમાં આંતરિક ઉકળતા ચરુની આગ હોસ્પિટલમાં હાજર તમામે અનુભવી હતી. ત્યારે આ આગનો ધુમાડો ગાંધીનગર સુધી પહોંચ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ એક પત્ર તથા વિડીઓ જાહેર કરીને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે તે જોતા રાજનીતિના જાણકારો એવું ચર્ચિ રહ્યા છે કે “ઉપર”થી આગ ઓલવવાની સૂચના મળી હોવી જોઈએ.

પરસોત્તમ સાબરીયાએ જાહેર કરેલા પત્ર અને વિડીઓમાં એકસમાન વાત કરી છે કે, મને કોંગ્રેસ કરતા ભાજપમાં વધુ પ્રેમ અને લાગણી મળી છે અને હું આજીવન હવે ભાજપમાં જ રહીશ. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મહામંત્રી તરફથી મને ખુબ પ્રેમ મળી રહ્યો છે આથી હું આજીવન ભગવો ધારણ કરેલો રાખીશ. સાબરીયાના આ નિવેદનથી લોકોમાં ચર્ચા જામી છે કે તમે શીર્ષ નેતાગીરીનો પ્રેમ પામવા બીજેપીમાં જોડાયા હતા કે પ્રજાની સેવા કરવા? લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ પ્રેમ પામવો એટલે શું માત્ર પોતાનું જ ભલું કરવું? વળી અંતમાં સાબરીયાએ કોંગ્રેસના નેતાઓને પણ ભગવો ધારણ કરવાની સૂફીયાણી સલાહ આપી છે. આ વિડીઓ અને પત્રને જોઈ સોશિયલ મીડિયામાં પરસોત્તમ સાબરીયાના દ્રષ્ટિકોણને લઈને નાગરિકો તેમજ બુદ્ધિજીવીઓમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.

મેહુલ ભરવાડ

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/