મોરબી : પોલીસ કોન્સ્ટેબલે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શિક્ષિકાની ફરિયાદ

0
273
/
/
/

હાથ ઉછીના પૈસા આપવા મામલે ધમકી આપનાર પોલીસકર્મી પીધેલી હાલતમાં પણ પકડાયો : બી ડિવિઝનમાં નોંધાતો ગુનો

મોરબી : મોરબીમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત આપવા મામલે એક પોલીસ કોન્સ્ટેબલે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની એક શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે બી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે. જો કે આ જ પોલીસ કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં પણ ઝડપાયો હોવાથી તે બનાવની પણ અલગથી કાર્યવાહી હાથ ધરાઈ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ન્યુ રિલીફ નગરમાં રહેતા શિક્ષિકા રિમાબેન વિમલભાઈ શર્માએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભગિરથસિંહ કિશોરસિંહ જાડેજાએ અગાઉ તેમના પતિને હાથ ઉછીના પૈસા આપ્યા હોય તે મામલે આ પોલીસકર્મીએ તેઓને ભૂંડી ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતીશિક્ષિકાની આ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ જ કોન્સ્ટેબલને બી ડિવિઝન પોલીસે પીધેલી હાલતમાં પણ પકડી પાડ્યો છે. જેથી અલગથી તેની સામે પ્રોહીબિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/