મોરબી : IB માં PSI તરીકે ફરજ બજાવતાં અને અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા બે PSI મોરબી મૂકાયા

0
340
/

હોનહાર અને બાહોશ પોલીસ અધિકારી નિખીલ ડાભીનું ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક મોરબીમાં હાર્દિક સ્વાગત કરે છે

મોરબીમાં આજે નવા બે પીએસઆઈ મુકવામાં આવ્યા છે જેમાં ગુજરાત રાજ્ય પોલીસ ખાતા દ્વારા રાજ્યભરના 26 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે.

જે ઓર્ડરને અનુલક્ષીને અમદાવાદ શહેરના PSI જાડેજા અર્જુનસિંહ અજીતસિંહની બદલી મોરબીમાં કરવામાં આવી છે. તેમજ ગાંધીનગરમાં ઇન્ટેલિજન્સ વિભાગના PSI ડાભી નિખિલકુમાર બાબુભાઈની બદલી મોરબી ખાતે કરવામાં આવી છે.જેમાં મોરબી જીલ્લામાં આઈબી પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં નિખિલ ડાભી આગાઉં મોરબી તાલુકા પીએસઆઈ, વાંકાનેર તાલુકા,હળવદ, માળીયા મોરબી સીટી એ ડિવિઝન પોલીસમથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચુક્યા છે જેમાં પીએસઆઈ નિખિલ ડાભીએ જૂથ અથડામણના આરોપીઓ ની ધરપકડ કરી મહત્વની તપાસ પણ પૂર્ણ કરી હતી ત્યારે કબીલે દાદ અને પ્રશંસનીય કામગીરી કરવા માટે નિખિલ ડાભી જાણીતા છે ત્યારે મોરબી જીલ્લામાં ફરીથી પીએસઆઈ નિખિલ ડાભીની નિમણુંક થતા મીરવી વાસીઓમાં સારા અધિકારી મળતા આનંદની લાગણી છવાઈ ગઈ છે તો બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/