મોરબી : રોહિદાસપરા ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ

0
57
/

ભૂગર્ભ ગટર ચોકઅપ થવાથી ગટરના ગંદા પાણી આખા વિસ્તારમાં ફરી વળ્યાં : નિભર તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં આક્રોશ

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા રોહિદાસપરામાં ગટર ઉભરાવવની ભયકર સમસ્યા સર્જાય છે. ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાથી સતત ગટરની ગંદકી ઓવરફ્લો થવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તેમાંય રજુઆત કરવા છતાં નિભર તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રોહિદસપરામાં આવેલ રામદેવપીરના મંદિર પાસે છેલ્લા આઠ દિવસોથી ગટરના ગંદા પાણી ભરાયેલા છે .અહીંની ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ છે.જેથી ભૂગર્ભ ગટરમાંથી સતત ગંદકી ઓવરફ્લો થતી રહે છે.આથી ગટરના ગંદા પાણી આખા વિસ્તારમા ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.રામદેવપીર મંદિરની પાસે જ ગટર ઉભરાતી હોવાથી લોકોને ગંદા પાણીમાં ચાલીને દર્શને જવું પડે છે અને ગટરની ગંદકીને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે.જોકે સ્થાનિકોએ આ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા મોરબી પાલિકા તંત્રને રજુઆત કરી હતી.પણ આ રજુઆત નિભર તંત્રની ધોર બેદરકારીને કારણે બેઅસર રહેતા વધુ એક વિસ્તારમાંના લોકોનું આરોગ્ય રામભરોશે થઈ ગયું છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48jz

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/