મોરબીના નાની વાવડી ગામે દબાણ દૂર કરવા અંગે તાલુકા પંચાયતના સભ્યની માંગણી

0
87
/

મોરબી : શહેરના નાની વાવડી તાલુકા પંચાયતના સદસ્ય કાંતિલાલ દેવશીભાઇ પડસુમ્બીયાને નાની વાવડી ગામે દબાણ દૂર કરવા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી તાલુકાના નાની વાવડી ગામે કેનાલથી નાની વાવડી ગામ સુધી બંને બાજુમાં કેબીન, થડા, વાડા જેવા દબાણ થયેલ છે. ત્યા ગેરકાનુની પ્રવૃત્તિ પણ થાય છે. મોરબી મામલતદારને પણ દબાણ અંગે રજુઆત થઇ હતી ત્યારે મામલતદારે ખાતરી આપી હતી. અને આ પ્રશ્નો જીલ્લા સંકલન સમિતીમા પણ રજુ થયેલો હતો. મોરબી A ડીવીઝનમાં પણ આ પ્રશ્નોની રજુઆત થયેલી હતી. તેઓએ ખાતરી આપેલી હોવા છતા ઉકેલ આવેલ નથી. તો યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/