વાંકાનેર : ભીમગુડા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

0
47
/
પોલીસે રોકડ રૂ. 3,900 જપ્ત કર્યા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે 3 શખ્સોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,900 જપ્ત કર્યા છે.

ભીમગુડા ગામે મંગાભાઇ સુરાભાઇ વિંઝવાડીયાની પાનની દુકાનના લેમ્પના અજવાળે ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 3,900 જપ્ત કરી છે. પોલીસે રેઇડ દરમિયાન આરોપીઓ મનહરભાઇ મંગાભાઇ વિંઝવાડીયા, સંજયભાઇ હમીરભાઇ વિંઝવાડીયા તથા અજયભાઇ કરશનભાઇ વિંઝવાડીયાની અટકાયત કરી છે. આ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/