વાંકાનેર : ચિત્રાખડ ગામે યુવતીને ભગાડી જવા મામલે થયેલી મારમારીમાં વળતી ફરિયાદ નોંધાઈ

21
64
/

વાંકાનેર પોલીસે નવ શખ્સો સામે જીવલેણ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર મારામારી થયા બાદ એકપક્ષે ગઈકાલે ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે પણ આજે વળતી ફરિયાદ નોંધાવી હતી.જેમાં સામાપક્ષની ફરિયાદને પગલે વાંકાનેર પોલીસ નવ શખ્સો સામે જીવલેણ હુમલોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર બધડાટી બોલી ગઈ હતી.જેમાં એકપક્ષે ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી.બાદમાં આજે સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે.જેમાં સામાપક્ષના સદસ્ય જેમાભાઈ સવશીભાઈ ડાભીએ આરોપીઓ જેમભાઇ મશરૂભાઈ ડાભી, સુરેશભાઈ મૈયાભાઈ ડાભી, જીવણભાઈ મશરૂભાઈ ડાભી,હકાભાઈ મશરૂભાઈ ડાભી,રેવાભાઈ મશરૂભાઈ ડાભી,વિરમભાઈ રવજીભાઈ ડાભી,ભરતભાઇ મૈયાભાઈ ડાભી,હરેશભાઇ જેમભાઇ ડાભી,મશરૂભાઈ ભલાભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપી પક્ષની દીકરીને ફરિયાદી પક્ષનો દીકરો ભગાડી જતા આ બાબતને ખાર રાખી આરોપીઓના જૂથે ફરિયાદી તથા તેમના પક્ષના ચતુરભાઈ અને જેસાભાઈ તેમજ અન્ય વ્યક્તિઓને કુહાડી, ધારીયા,પાઇપ અને લાકડી વડે હુમલો કરીને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

21 COMMENTS

Comments are closed.