વાંકાનેર સિવિલ હોસ્પિટલ સ્ટાફે મહિલા દર્દીને કોરોના વોર્ડમાં પુરી દીધા : જુઓ VIDEO

0
169
/
4 દિવસ પહેલાની ઘટનામાં કૂતરૂ અંદર હોવા છતાં મહિલા દર્દીના વોર્ડને બહારથી તાળું મારીને સ્ટાફ જતો રહ્યો
મહિલા દર્દીના પતિ ટિફિન દેવા આવતા આખો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો

વાંકાનેર : વાંકાનેરની સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં ચાર દિવસ પહેલાની એ ગંભીર ઘટનાનો આજે વીડિયો વાયરલ થયો છે. વાંકાનેર સિવિલ હોસ્પિટલના કોરોનાના વોર્ડમાં મહિલા દર્દી એકલા હોય અને સાથે આ વોર્ડમાં કૂતરાના આંટાફેરા હોવા છતાં સિવિલનો સ્ટાફ આ વોર્ડને બહારથી તાળું મારીને જતો રહ્યો હતો. બાદમાં મહિલા દર્દીના પતિ ટિફિન દેવા આવતા આ આખો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

વાંકાનેરમાં અમરનાથ સોસાયટીમાં રહેતાં પિતા-પુત્રને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબીયત સારી થતાં તેઓને રજા આપવામાં આવેલ ત્યારબાદ તેમના માતા અને પત્નીને પણ કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતાં હરપાલસિંહના માતા રાજકોટ હોસ્પિટલ ખાતે સારવારમાં હતાં. તે દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું. તેમજ હરપાલસિંહના પત્નીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં રાખવામાં આવ્યા હતા.

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં રહેલ મહિલા દર્દી એક જ હોય સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં તેઓએ આજે એક વીડિયો વાઇરલ કરી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કરેલ છે. જેમાં વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કોરોના વોર્ડમાં મહિલા દર્દી એકલા જ છે અને બહારથી જાળીને તાળું મારી નર્સિંગ સ્ટાફ ગાયબ થઈ ગયો છે. ઉપરાંત, વોર્ડમાં મહિલાની સાથે કૂતરું પણ વોર્ડની અંદર જ દેખાઈ રહ્યું છે. જે હોસ્પિટલ તંત્ર માટે શરમજનક બાબત કહી શકાય તેવી ગંભીર બેદરકારી જણાઈ રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/