વાંકાનેર નજીક બોગસ સિક્યુરિટી એજન્સી ઝડપાઈ

0
97
/

વાંકાનેર : મોરબી એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેરના સરતાનપર રોડ પરના સેનેટરી વેર્સ કારખાનામાંથી બોગસ સિક્યુરિટી એજન્સીને ઝડપી લીધી હતી. પોલીસે આ ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસ.ઓ.જી.સ્ટાફના શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા,મયુરધ્વજસિંહ જાડેજા, મહિલા લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા સહીતનાઓ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ટીટા સેનેટરી વેર્સ નામના કરખાનમાં એસ.ઓ.જી.સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની તપાસમાં આ કારખાનામાં રહેતા અને મૂળ પંજાબના વતની રાજવીરસિંઘ હરબંશસિંઘ મંડ(ઉ.વ.35) નામનો યુવાન લાયન્સ વગરની સિક્યુરિટી એજન્સી ચલાવીને ગેરકાયદે સિક્યુરિટીને કારખાનામાં પુરા પાડતો હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપીને આ અંગે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/