વાંકાનેરમાં ઉછીનાં આપેલા રૂપિયાની ઉઘરાણી મામલે મારામારી : બેને ઇજા

0
96
/

ચાર શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરમાં ઉછીનાં આપેલા રૂપિયાની ઉઘરાણી મામલે મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીતેન્દ્રભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉં.વ. ૩૨ ધંધો-ડ્રાઈવીંગ, રહે. રાજકોટ, રાષ્ટ્રીય શાળા સ્ટાફ ક્વાર્ટર, યાજ્ઞિક રોડ. મૂળ રહે. ગઢકા, તા.જી. રાજકોટ)એ સંજય પ્રેમજીભાઈ સોલંકી, રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, સુનિલ રમેશભાઈ સોલંકી, અસ્મિતાબેન સંજયભાઈ સોલંકી (રહે. બધા ખોરાણા, તા.જી. રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. 13ના રોજ વાંકાનેર, આંબેડકરનગરમાં બનેલા આ બનાવમાં ફરિયાદીએ આરોપીને રૂ. 6૦,૦૦૦ ઉછીના આપેલ. જેની ફરિયાદીએ તેના ઘરે જઈ ઉઘરાણી કરતા સારુ ન લાગતા તે રોષના કારણે આરોપીઓ ફરિયાદીના બનેવીના ઘરે આંટો મારવા આવેલ ત્યાં આવી ગાળો બોલી ઢીકાપાટુનો મૂંઢ માર મારી આરોપીઓએ પંચ વડે મૂંઢ માર મારી ચારેય જણાએ ફરીયાદી તથા સાહેદ ઉર્મિલાબેનને ગાળો બોલી મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/