વાંકાનેરના ઢુવા ગામે સરકારી ખરાબામાં કબજો જમાવવા 15 વર્ષ જૂના 65 વૃક્ષોને જેસીબી વડે તોડી પડાયા

0
212
/

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે આવેલ પોલીસ ચોકીની પાછળના સરકારી ખરાબામાં કબજો જમાવવા માટે જમીન માફિયાઓ દ્વારા જેસીબી વડે 65 જેટલા મોટા વૃક્ષોનો નાશ કરવામાં આવ્યો છે.

વર્ષ 2002 2003 માં ઢુવાના ગ્રામજનો દ્વારા ઢુવા ચોકડી ખાતે આવેલ સરકારી ખરાબાની જગ્યામાં વૃક્ષારોપણ કરેલ અને પાંચ વર્ષ સુધી આ વૃક્ષોની પૂરતી કાળજી રાખી વૃક્ષોનું જતન કરેલ અને વૃક્ષોને ઉછેરેલ. હાલ આ બધાં વૃક્ષો અંદાજિત 15 વર્ષ કરતાં વધુ મોટા છે. સરકારી ખરાબાની જગ્યા હાલ કરોડો રૂપિયાની કિંમતની હોય અને નેશનલ હાઇવે ટચ હોય જમીન માફિયાઓની નજર આ જમીન પર આવી ગઈ છે અને આ જમીનમાં વૃક્ષોનું છેદન કરી ચાર પાંચ દુકાનો છેલ્લા ઘણા સમયથી બનાવી નાખવામાં આવેલ છે. આજ સુધી આ સરકારી જમીનમાં ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલા દુકાનદારોને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે મામલતદાર કચેરી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ જમીન માફિયાઓને વધુ દુકાનો બનાવવાના આશયથી આ સરકારી ખરાબામાં જેસીબી વડે લગભગ ૬૫ જેટલા મોટા વૃક્ષોને તોડી પાડવામાં આવ્યા છે જેની જાણ ગામના જાગૃત માણસોને થતાં તાત્કાલિક મામલતદાર ઓફિસનો સંપર્ક કરતાં વાંકાનેર મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસરે સ્થળ પર જઇ જેસીબીને વૃક્ષો કાપતા અટકાવવામાં આવેલા પરંતુ ત્યાં સુધીમાં ૬૫ જેટલા વૃક્ષોનું છેદન કરવામાં આવેલ અને કાપેલા વૃક્ષોનું સર્કલ દ્વારા પંચરોજ કામ કરવામાં આવેલ છે.

ખરેખર તો વાંકાનેર મામલતદાર દ્વારા આ જગ્યા પર ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલા દુકાનદારોને આ સરકારી જમીનમાંથી હાંકી કાઢવાની જરૂરિયાત છે આટલા બધા વૃક્ષોને તોડી પડાતાં આ વૃક્ષોનું જતન કરી ઉછેરના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને ઢુવા ગ્રામ પંચાયત સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર પેશકદમી કરતા લોકો સામે સંપૂર્ણ મૌન રહેતું હોય લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/