અમરેલી: કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 438 થયો, 173 દર્દી સારવાર હેઠળ, 16ના મોતની ખબર

0
48
/

અમરેલી. તાજેતરમા અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે બપોરે એક સાથે અમરેલી જિલ્લામાં 12 કેસ પોઝિટિવ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 400ને પાર પહોંચી ગઈ છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 438 થઈ
અમરેલીમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. એકસાથે 12 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 438 થઈ છે. અમરેલી જિલ્લામાં 173 દર્દી સારવાર હેઠળ છે. 249 લોકો સાજા થતા રજા આપવામાં આવી છે. તેમજ 16 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. આજે નોંધાયેલા 12 કેસના દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

અમરેલી જિલ્લામાં આજે નોંધાયેલા કેસ
1. જાફરાબાદની 21 વર્ષીય યુવતી
2. મોટા સમઢીયાળાના 55 વર્ષીય પુરુષ
3. સાવરકુંડલાનાં 50 વર્ષીય પુરૂષ4. સાવરકુંડલાનાં જીરાના 54 વર્ષીય પુરુષ
5. અમરેલીના બ્રાહ્મણ સોસાયટીમાં 38 વર્ષીય પુરુષ
6. અમરેલીના મન સીટીમાં 21 વર્ષીય યુવાન
7. બાબરાના GIDCમાં 53 વર્ષીય પુરુષ
8. અમરેલીના માણેકપરાના 70 વર્ષીય વૃદ્ધ
9. બાબરાના વાવડાના 60 વર્ષીય વૃદ્ધા
10. સાવરકુંડલાના ઘાંડલાના 85 વર્ષીય વૃદ્ધા
11. અમરેલીના લીલીયા રોડ પર 45 વર્ષીય મહિલા
12. સાવરકુંડલાના મોલડીના 61 વર્ષીય વૃદ્ધ

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/