મોરબીમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ

0
159
/

બે અજાણ્યા શખ્સો સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર ચાલીને જઈ રહેલા મહિલાના ગળામાંથી ગઈકાલે નંબર પ્લેટ વગરના બાઇકમાં ઘસી આવેલા બે શખ્સો સોનાના ચેનની ચીલઝડપ કરીને હવામાં ઓગળી ગયા હતા.આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર તપોવન સ્કૂલની બાજુમાં આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતા નર્મદાબેન દુર્લભજીભાઈ સવસાણી ઉ.વ. 56 નામના મહિલા ગઈકાલે કન્યા છાત્રાલય રોડ ઉપર ઉમિયા સ્ટીલની સામે કોઈ કામસર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર તેમની પાછળ નંબર વગરના મોટર સાયકલ પર બે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા.જેમાંથી એક શખ્સે બાઇક મહિલાની બાજુમાંથી ચલાવીને બાઇક પાછળ બેઠેલા બીજા શખ્સે મહિલાના ગળામાંથી રૂ.50 હજારની કિંમતના અઢી તોલાના સોનાના ચેનને ઝુટવીને ફરાર થઈ ગયા હતા.ઓચિંતા બનેલા આ બનાવથી મહિલા ડઘાઈ ગયા હતા.બાદમાં તેમણે બે અજાણ્યા શખ્સો સામે સોનાના ચેનની ચીલઝડપની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આ બનાવની વધુ તપાસ એ ડિવિઝનના પી.એસ.આઇ.વી.કે, ગોંડલિયા તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/