મોરબી : ગુજરાતી એક્ટ્રેસ સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ કરનાર ઉદ્યોગકારની ધરપકડ કરતી પોલીસ

0
536
/
આરોપી બે દિવસના રિમાન્ડ ઉપર સોંપાયો : મદદગારી કરવાના લીધે ઉદ્યોગકારની પત્નીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ

મોરબી : મોરબીમાં પરિણીત હોવાની ઓળખ છુપાવીને લગ્નનું નાટક કરીને ઉદ્યોગકારે ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ કરનાર આરોપી ઉધોગકારની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ ઉપર લીધો છે. જ્યારે આ બનાવમાં મદદગારી કરવાના કેસમાં ઉધોગકારની પત્નીની ધરપકડ કરવા પણ તજવીજ હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તા.18 ના રોજ મોરબીમાં રહેતી યુવતીએ મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ પુષ્કર એપાર્ટમેન્ટમાં રહેતા ઉધોગકાર નયનભાઈ પ્રાણજીવનભાઈ વિલપરા અને તેમના પત્ની ચેતનાબેન સામે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીએ અગાઉ ગુજરાતી ફિલ્મો, સિરિયલો અને આલ્બમમાં કામ કર્યું છે અને ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસની સાથે થોડા વર્ષો અગાઉ મોરબી તેના મામાના ઘરે આવ્યા બાદ જે તે સમયે મોરબીના એક કારખાનામાં જોબ કરતી હતી ત્યારે આ ઉધોગકારે પોતાની પરિણીત હોવાની ઓળખ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/