વાંકાનેર : સરકાર વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ

0
104
/

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી મનસુર લાકડાવાલાએ કોમી શાંતિ ડહોળાય તેવી પોસ્ટ ફેસબૂક પર કરી હતી. સીટી પોલીસે આ આરોપીની તાત્કાલિક અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગઈકાલે તા. 3ના રોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગુનાની તપાસમાં હતા. તે દરમિયાન આરોપી મનસુર મોઇજભાઈ લાકડાવાલા (ઉ.વ. 30, રહે. સ્ટેશન રોડ, મહાવીર જીન સામે, વાંકાનેર)ને શોધી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે ધોરણસરની અટક કરી કાયદાકીય કાર્યવાહી કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/