વાંકાનેર : શેખરડી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની અટકાયત

0
53
/

રોકડ રકમ રૂ. 12,830 જપ્ત કરાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના શેખરડી ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 12,830 જપ્ત કરવામાં આવ્યા છે.

ગઈકાલે તા. 15ના રોજ વાંકાનેર તાલુકાના શેખરડી ગામમાં મીઠાભાઇ ધોરીયાની વાડીની બાજુમાં ખરાબામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 12,830 કબ્જે કર્યા છે. આ બનાવમાં પોલીસે આરોપીઓ રાજેશભાઇ ધીરૂભાઇ ગાદલીયા, પરબતભાઇ ગેલાભાઇ વાટુકીયા, પ્રેમજીભાઇ સામજીભાઇ માલકીયા તથા રાજેશભાઇ કશનભાઇ ધોરીયાની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/